તને બોલાવું…

તને બોલાવું…

ભરત વિંઝુડા

  • Home
  • About
  • અનુક્રમ
  • પઠન અને ગાયન
  • ફોટોગ્રાફ્સ
  • પુસ્તકો
  • મને ગમતી

નખરાળી ગઝલ !

Posted in પંખીઓ જેવી તરજ, મારી ગઝલો by Bharat
Sep 29 2011
TrackBack Address.
Share

લીલી પીળી લાલ પેનમાં કાળી કાળી ગઝલ
એક કુંડલા ગામ અને  કલકત્તાવાળી ગઝલ !

અરધું અંગ   અને તે  ડાબું પત્ની જેવું  મળ્યું
જ્યાં લગ કોઇ કોઇ દિન આવે છે સાળી ગઝલ !

કોઇ  હાથ  હથેળી   ઉપર થપ્પડ  મારે  નહીં
તમને સંભળાઇ તે છે એક હાથની તાળી ગઝલ !

હબસીના નહીં   જન્મેલા બાળકનું પહેલું  રુદન
હોઇ શકે છે કોઇ દિવસ એક શક્તિશાળી ગઝલ !

વિખેરાઇને શબ્દકોશમા છુપાઇ ગઇ છે ‘કંવલ’
પાને-પાને   શોધું છું  હું  એ  નખરાળી ગઝલ !

- ભરત વિંઝુડા

2 Comments »

સનમ લાગે છે

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by Bharat
Sep 20 2011
TrackBack Address.
Share

 

તું મને દેવની દીધેલી સનમ લાગે છે
મારા સુખ માટેનો કુદરતનો ઇલમ લાગે છે !

તું ગઝલ લાગે, જો ઊભી હો વ્રુક્ષના ટેકે
ને જો દોડીને જતી હો તો નજમ લાગે છે !

રોજ મળવાનું અને રોજ છૂટાં પડવાનું
અંતમાં પ્રેમ એ ખુદ પરનો જુલમ લાગે છે !

મારી સામે હું તને જોઉં અને લાગે કે
જોઉં દર્પણમાં અને સામે સ્વયમ લાગે છે !

કેમ એકએક ક્ષણે યાદ આવતી તારી
કે ભૂલી જાઉં તો દીધેલી કસમ લાગે છે !

- ભરત વિંઝુડા

1 Comment »

મળે

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by Bharat
Sep 10 2011
TrackBack Address.
Share

 

સત્ય શોધો તો આસમાન મળે
કંઇ ન હોવાનું માત્ર જ્ઞાન મળે !

જો મળે તો સહુ સમાન મળે
માર્ગમાં જેમ બે કિસાન મળે !

મિત્ર આપી શકે ઊછીનું જે
અન્ય પાસેથી એવું દાન મળે !

દ્વાર ખોલો અને મળે શેરી
જાવ શેરી ઉપર તો શ્વાન મળે !

વાતચીતમાં મળે કવિતા પણ
ને કવિતામાં પણ બયાન મળે !

કઇ તરફ આભમાં જવું ઊંચે
ક્યાં હશે, કોઇ તો નિશાન મળે

- ભરત વિંઝુડા
3 Comments »

સંવેદનો જ છે

Posted in મારી ગઝલો, સહેજ અજવાળું થયું by Bharat
Sep 02 2011
TrackBack Address.
Share

કાગળ કલમ ને હાથ બધાં સાધનો જ છે
માણસ રૂપે તો માત્ર આ સંવેદનો જ છે !

દીવાલો ઘરની હોય કે નકશાઓ દેશના
કે મારી લાગણીઓ, બધાં બંધનો જ છે !

માથે લઈને ભાર સતત દોડતા રહ્યા
છે આ બધા ય માણસો કે વાહનો જ છે ?

ઝઘડે છે એકમેકની દૂરતા વિશે સહુ
પોતાના સ્થાન પર તો સહુ સજ્જનો જ છે !

- ભરત વિંઝુડા

3 Comments »

Recent Posts

  • ગઝલ જેવું લખું !
  • દોડું
  • પંક્તિ લખી
  • અંદરથી
  • વધે છે…!

પ્રતિભાવો

  • Rina on ગઝલ જેવું લખું !
  • Sudhir Patel on દોડું
  • Sudhir Patel on પંક્તિ લખી
  • mohanbhai on વાત પૂરી થઇ
  • mohanbhai on અંદરથી
  • Sudhir Patel on About
  • rajul b on ઇચ્છાને મળી !
  • Rina on દોડું
  • દક્ષેશ કોન્ટ્રાકટર on પંક્તિ લખી
  • Saifuddin Saifee on પંક્તિ લખી

મુલાકાતીઓ…

Enter your email address:

Delivered by FeedBurner

Locations of visitors to this page

Categories

  • નવી ગઝલો
  • પંખીઓ જેવી તરજ
  • પ્રેમપત્રોની વાત પૂરી થઈ
  • મારી ગઝલો
  • મેં કહી કાનમાં જે વાત તને
  • સહેજ અજવાળું થયું

 

September 2011
M T W T F S S
« Aug   Oct »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
Developed by Swati Gadhia (email) swati.gadhia@gmail.com