તને બોલાવું…

તને બોલાવું…

ભરત વિંઝુડા

  • Home
  • About
  • પઠન અને ગાયન
  • ફોટોગ્રાફ્સ
  • પુસ્તકો
  • મને ગમતી

સ્પર્શાય નહીં !

Posted in નવી ગઝલો, મારી ગઝલો by admin
Oct 12 2011
TrackBack Address.

તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

- ભરત વિંઝુડા

Trackbacks
  • સ્પર્શાય નહીં ! « "ગુજરાતી ગઝલ™" says:
    October 23, 2011 at 12:34 pm

    [...] : ‘તને બોલાવું‘ પરથી કવિની એક અપ્રગટ રચના Share [...]

Comments
  • સંજુ વાળા:

    સરસ છે .

    Reply October 12, 2011 at 11:28 pm
  • rambabu:

    તમારી કવિતા ગમે છે.

    Reply October 13, 2011 at 6:44 pm
  • poonam:

    કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
    જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં ! – - ભરત વિંઝુડા – bahoot khoob sir..

    Reply October 14, 2011 at 1:08 pm
  • Rina:

    પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
    આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !..wah

    Reply October 28, 2011 at 4:39 pm
Leave a Comment
Click here to cancel reply.

Recent Posts

  • બેઠાં છે
  • સહેજ અજવાળું થયું !
  • તૂટી જાય છે
  • તારી કૃપા છે !
  • જડભરત

પ્રતિભાવો

  • Rina on બેઠાં છે
  • વિવેક ટેલર on બેઠાં છે
  • sneha patel - akshitarak on સહેજ અજવાળું થયું !
  • વિવેક ટેલર on સહેજ અજવાળું થયું !
  • P Shah on સહેજ અજવાળું થયું !
  • Rina on સહેજ અજવાળું થયું !
  • bharat kheni on સહેજ અજવાળું થયું !
  • Rina on તૂટી જાય છે
  • દક્ષેશ કોન્ટ્રાકટર on યાદમાં
  • sneha on સામે ઊભો તે જણ

મુલાકાતીઓ…

Enter your email address:

Delivered by FeedBurner

Locations of visitors to this page

Categories

  • નવી ગઝલો
  • પંખીઓ જેવી તરજ
  • પ્રેમપત્રોની વાત પૂરી થઈ
  • મારી ગઝલો
  • મેં કહી કાનમાં જે વાત તને
  • સહેજ અજવાળું થયું

 

October 2011
M T W T F S S
« Sep   Nov »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
Developed by Swati Gadhia (email) swati.gadhia@gmail.com