આવ્યા કરે મધુર પ્રસંગો ય યાદમાં
દુ:ખની જ વાત હોતી નથી કંઇ વિષાદમાં !
દુ:ખની જ વાત હોતી નથી કંઇ વિષાદમાં !
માનું છું હું ય કોઇ અને કોઇ વાદમાં
કિંતુ નથી ઊતરવું કશા પણ વિવાદમાં !
ક્યારે થહેલી પહેલી મુલાકાત આપણી
એવું બધું ભુલાઇ જતું હોય બાદમાં !
આવું છું તારા નામના મંદિર સુધી કદી
એકાદ સ્મિત જેવું મળે છે પ્રસાદમાં !
ઊભા રહી જવાય છે બન્ને અવાજથી
છે ફર્ક નાદમાં ને તેં પાડેલ સાદમાં !
- ભરત વિંઝુડા
Comments
Leave a Comment
વાહ…..
ભરતભાઈ, અમે તમારા બ્લોગમાં સબ્સ્ક્રાઇબ કરેલું છે છતાં અમને મેઈલ મળતી નથી, અને આજે ફરીથી ટ્રાય કરી તો કે’છે કે તમે ઓલરેડી લીસ્ટમાં છો… કંઈક કરોને…
દુ:ખની જ વાત હોતી નથી કંઇ વિષાદમાં !
wah