શ્વાસ લીધો નહીં હવામાંથી
હું વિખુટો પડ્યો બધામાંથી !
હું વિખુટો પડ્યો બધામાંથી !
બારીએથી મેં વિશ્વ જોયું છે
ઓસરી જોઇ બારણામાંથી !
કંઇ અકસ્માત જેમ બનવાનું
કંઇ નહીં થાય શક્યતામાંથી !
આભમાંથી પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે તિમિર ધરામાંથી !
એક સુખ નીકળ્યું કવિતાનું
આપણી આ બધી વ્યથામાંથી !
- ભરત વિંઝુડા