શર્ટમાં કાચ જેવો સીનો છે
સામે ઊભો તે જણ કમીનો છે !
સામે ઊભો તે જણ કમીનો છે !
થઇ જવાયું છે માત્ર કેલેંડર
આયખું સાલ કે મહિનો છે !
કંઇકની આંખમાં છે આંસુઓ
કંઇક ચહેરા ઉપર પસીનો છે !
છાતી વચ્ચે રડ્યાં કરે છે એ
એથી એનો અવાજ ભીનો છે !
- ભરત વિંઝુડા
Comments
Leave a Comment
અતિ સુંદર-બોલકી રચના છે…ધારદાર છે…ધન્યવાદ…
થઇ જવાયું છે માત્ર કેલેંડર
આયખું સાલ કે મહિનો છે !
છાતી વચ્ચે રડ્યાં કરે છે એ
એથી એનો અવાજ ભીનો છે !…wahh
બહુ સુંદર રચના
કૈંક કહેવાનું મન થાય છે
શર્ટમાં તો કાચ જેવો સીનો છે
સામે ઉભેલાના હાથમા પાણો છે
છાતી વચ્ચે રડ્યાં કરે છે એ
એથી એનો અવાજ ભીનો છે !
aa bahu j gamyu..