કાદવમાં ખીલ્યું એક કમળ તારી કૃપા છે
છે તે ય વળી ક્ષેમ કુશળ તારી કૃપા છે !
છે તારી કૃપા આભ ઉપર, ધરતી નીચે પણ
વચ્ચે ય અહીં સાવ અકળ તારી કૃપા છે !
ફેલાવ્યા વગર હાથ હથેળીમાં મળેલું
કંઇ ભાગ્ય રૂપે, એવી સરળ તારી કૃપા છે !
જળમાં હું લઇ નાવ અને ઘૂમી રહ્યો છું
રહી જાય જરા દૂર વમળ તારી કૃપા છે !
છે જીર્ણ ભીંતો ઘરની છતાં ઊભી અડીખમ
આ ઘરની ઉપર કેવી સબળ તારી કૃપા છે !
- ભરત વિંઝુડા
Comments
Leave a Comment
કૃતકૃત્યતાનો ભાવ અચળ તારી કૃપા છે!
waah.
વમળો હશે ઘણાં ય કવિની સફરમાં પણ.
કૃતકૃત્યતાનો ભાવ અચળ તારી કૃપા છે!
જળમાં હું લઇ નાવ અને ઘૂમી રહ્યો છું
રહી જાય જરા દૂર વમળ તારી કૃપા છે !
છે જીર્ણ ભીંતો ઘરની છતાં ઊભી અડીખમ
આ ઘરની ઉપર કેવી સબળ તારી કૃપા છે !
Waahhh…
વાહ રે વાહ.કૃપાઓનો વરસાદ ..! બહુ જ સુંદર.