બહુ તાણવાથી તૂટી જાય છે
મૂકો ઢીલ તો દોર ગૂંચવાય છે !
તમે જે કહો છો તે સમજાય છે
ન સમજાય એવું બીજે થાય છે !
અહીં જેઓ અવળાં જ ચાલ્યાં કરે
અરીસામાં સવળાં જ દેખાય છે !
બધી બાજુએ જોઉં છું એમને
બધી આંગળીઓ ન ચીંધાય છે !
ગઝલ લખવી એ ખૂબ મુશ્કેલ છે
ગઝલ ડાબા હાથે ય સરજાય છે
નથી આવતું સ્વપ્નમાં આ રીતે
નજર સામે જે દૃષ્ય દેખાય છે !
હજી ભીડ વચ્ચે મરી જાઉં છું!
સરસ કેદખાનામાં જીવાય છે !
- ભરત વિંઝુડા
Comments
Leave a Comment
Waahhhhh……