સૂર્ય ઊગ્યો ને કૂવામાં સહેજ અજવાળું થયું
એમ આ ઘરના ખૂણામાં સહેજ અજવાળું થયું !
ટેરવાઓ સ્પર્શતાં એનામાં થઇ વીજળી પસાર
ને પછી મારી ભૂજામાં સહેજ અજવાળું થયું !
એમ અંધારું ઉતરતું જાય જલતી જ્યોતમાં
સાંજ પડતાં તો દીવામાં સહેજ અજવાળું થયું !
સહેજ અંધારું થયું છે મારા પડછાયા સમું
જ્યારે સામેની દિશામાં સહેજ અજવાળું થયું !
આંખ બીડીને સતત બેસી રહેલાં આપણે
શું ખબર, ક્યારે ગૂફામાં સહેજ અજવાળું થયું !
- ભરત વિંઝુડા
Comments
Leave a Comment
આંખ બીડીને સતત બેસી રહેલાં આપણે
શું ખબર, ક્યારે ગૂફામાં સહેજ અજવાળું થયું !
….વાહ જોગી ……….સરસ સાહેબજી
એમ અંધારું ઉતરતું જાય જલતી જ્યોતમાં
સાંજ પડતાં તો દીવામાં સહેજ અજવાળું થયું !
આંખ બીડીને સતત બેસી રહેલાં આપણે
શું ખબર, ક્યારે ગૂફામાં સહેજ અજવાળું થયું !
beautiful…..
ટેરવાઓ સ્પર્શતાં એનામાં થઇ વીજળી પસાર
ને પછી મારી ભૂજામાં સહેજ અજવાળું થયું !
સુંદર !
વાહ… વાહ.. ગુફાવાળી વાત ખૂબ જ ગમી ગઈ… પડછાયાવાળો શેર પણ ઉત્તમ…
મજા આવી…
ટેરવાઓ સ્પર્શતાં એનામાં થઇ વીજળી પસાર
ને પછી મારી ભૂજામાં સહેજ અજવાળું થયું ! mast…