પરિચય

Share this via

નામ :- ભરત ખેતાભાઈ વિંઝુડા

જન્મસ્થળ:- સાવરકુંડલા જિ- અમરેલી

જન્મતારીખ:- ૨૨-૭-૧૯૫૬

અભ્યાસ:-બી.એ.( વિષય- ગુજરાતી )

વ્યવસાય:- નોકરી હાલ- નિવૃત.


               કલેકટર કચેરી, અમરેલી તળે મહેસુલી કર્મચારી તરીકે નિમણૂક બાદ અમરેલી,ધારી,રાજુલા, સાવરકુંડલા, લીલીયા, જાફરાબાદ જેવા સ્થળે કાર્ય કર્યા બાદ તા.૩૧-૭-૨૦૧૪ના મામલતદાર કચેરી, ધારીથી નિવૃત.

કાવ્યસંગ્રહો :-

 1. સહેજ અજવાળું થયું (૧૯૯૪ )
 2. પંખીઓ જેવી તરજ  ( ૨૦૦૩ )
 3. પ્રેમપત્રોની વાત પૂરી થઈ ( ૨૦૦૬ )
 4. મેં કહી કાનમાં જે વાત તને ( ૨૦૦૯ )
 5. આવવું અથવા જવું ( ૨૦૧૩ )
 6. લાલ લીલી જાંબલી ( ૨૦૧૫ )
 7. તો અને તો જ ( ૨૦૧૬ )
 8. તારા કારણે ( ૨૦૧૮ )
 9. તમે કવિતા છો ( ૨૦૧૯ )

પારિતોષિક:-

 1. ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક ( ૨૦૦૩, ૨૦૦૬ )
 2. હરીન્દ્ર દવે પારિતોષિક ( ૨૦૦૬ )
 3. મનહરલાલ ચોકસી પારિતોષિક ( ૨૦૦૯ )
 4. રમેશ પારેખ એવોર્ડ ( નાગરિક બેંક,અમરેલી ૨૦૧૧)
 5. દર્શક સન્માન ( ૨૦૧૨ )
 6. શયદા એવોર્ડ ( ૨૦૧૩ )
 7. દિલીપ ચં.મહેતા ( ગઝલ ) પારિતોષિક( ૨૦૧૪-૧૫)
 8. રમેશ પારેખ સન્માન ( સંગત પરિવાર,અમદાવાદ ૨૦૧૯ )

સાહિત્ય:-

કવિતા લખવાનું ૧૯૭૪થી શરૂ કર્યું.મોટા ભાગે ગઝલ અને  અછાંદસ  લખ્યાં. ૧૯૭૭માં  પ્રથમ  ગઝલ”કવિલોક” સામયિકમાં પ્રગટ થઈ. ત્યારથી આજ સુધી ગુજરાતીના મોટા ભાગના સામયિકમાં રચનાઓ પ્રગટ થતી રહે છે. આકાશવાણી, દૂરદર્શન અને ગુજરાતના વિવિધ શહેરોમાં અને ગુજરાત બહાર કવિ સંમેલન યોજાતાં રહે છે. પ્રથમ સંગ્રહ “સહેજ અજવાળું થયું” ૧૯૯૪માં સાહિત્ય પરિષદ, અમદાવાદ તરફથી પ્રગટ કરવામાં આવ્યો.

રુચિ:-

સાહિત્ય ઉપરાંત સંગીત,કલાના અન્ય ક્ષેત્રો.તેમ જ માનવ જાત સાથે જોડાયેલી તમામ બાબતો.