તને બોલાવું…

તને બોલાવું…

ભરત વિંઝુડા

  • Home
  • About
  • અનુક્રમ
  • પઠન અને ગાયન
  • ફોટોગ્રાફ્સ
  • પુસ્તકો
  • મને ગમતી

તારી કૃપા છે !

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Jan 21 2012
TrackBack Address.
Share

કાદવમાં ખીલ્યું એક કમળ તારી કૃપા છે
છે તે ય વળી ક્ષેમ કુશળ તારી કૃપા છે !

છે તારી કૃપા આભ ઉપર, ધરતી નીચે પણ
વચ્ચે ય અહીં સાવ અકળ તારી કૃપા છે !

ફેલાવ્યા વગર હાથ હથેળીમાં મળેલું
કંઇ ભાગ્ય રૂપે, એવી સરળ તારી કૃપા છે !

જળમાં હું લઇ નાવ અને ઘૂમી રહ્યો છું
રહી જાય જરા દૂર વમળ તારી કૃપા છે !

છે જીર્ણ ભીંતો ઘરની છતાં ઊભી અડીખમ
આ ઘરની ઉપર કેવી સબળ તારી કૃપા છે !

- ભરત વિંઝુડા

5 Comments »

જડભરત

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Jan 09 2012
TrackBack Address.
Share

ખૂબસૂરત હોય તે આવું કરાવે છે ફકત
જેવી રીતે ધ્યાન તું તારું ધરાવે છે સતત !

એક સાથે એક નહીં પણ બે ક્ષણો આબાદ થઇ
આપણે પાસે છીએ એવો મજાનો છે વખત !

નામ દીધાં વિણ હું પાડું સાદ તે સૌ સાંભળે
માત્ર એમાં તું મને આપે છે હોંકારો તરત !

તારી બાજુમાં છે એમ જ મારી બાજુમાં ય છે
કેટલા મૂશ્કેલીમાં મૂકે છે આપણને જગત !

હું મુલાયમ છું તો તું માસુમ છે એ વાતમાં
છે ભૂમિકા જેની ત્રીજા નંબરે તે છે સખત !

શેરીએ ઊભા રહી જોયા કરું છું આવ-જા
જે અહીંથી જાય છે તેઓ ય આવે છે પરત !

નામ તારું છે સરિતા એટલે વહી જાય છે
સ્થિર છું હું એથી મારું નામ રાખ્યું જડભરત !

- ભરત વિંઝુડા

3 Comments »

રાતો

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by Bharat
Nov 20 2011
TrackBack Address.
Share

 

માર્ગની ને મુકામની રાતો
એટલે કે તમામની રાતો !

હોય જાણે કે રામના દિવસો
હોય જાણે કે શ્યામની રાતો !
 
દીર્ઘ છે દોડવાના દિવસો ને
સાવ ટૂંકી વિરામની રાતો !

એક સરખા જ હોય છે કાયમ
દિવસો કે   ગુલામની રાતો !

સીમ જેવું   જ  કાળું  અંધારું
ના કદી ઓઢે ગામની રાતો !

- ભરત વિંઝુડા

2 Comments »

સનમ લાગે છે

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by Bharat
Sep 20 2011
TrackBack Address.
Share

 

તું મને દેવની દીધેલી સનમ લાગે છે
મારા સુખ માટેનો કુદરતનો ઇલમ લાગે છે !

તું ગઝલ લાગે, જો ઊભી હો વ્રુક્ષના ટેકે
ને જો દોડીને જતી હો તો નજમ લાગે છે !

રોજ મળવાનું અને રોજ છૂટાં પડવાનું
અંતમાં પ્રેમ એ ખુદ પરનો જુલમ લાગે છે !

મારી સામે હું તને જોઉં અને લાગે કે
જોઉં દર્પણમાં અને સામે સ્વયમ લાગે છે !

કેમ એકએક ક્ષણે યાદ આવતી તારી
કે ભૂલી જાઉં તો દીધેલી કસમ લાગે છે !

- ભરત વિંઝુડા

1 Comment »

મળે

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by Bharat
Sep 10 2011
TrackBack Address.
Share

 

સત્ય શોધો તો આસમાન મળે
કંઇ ન હોવાનું માત્ર જ્ઞાન મળે !

જો મળે તો સહુ સમાન મળે
માર્ગમાં જેમ બે કિસાન મળે !

મિત્ર આપી શકે ઊછીનું જે
અન્ય પાસેથી એવું દાન મળે !

દ્વાર ખોલો અને મળે શેરી
જાવ શેરી ઉપર તો શ્વાન મળે !

વાતચીતમાં મળે કવિતા પણ
ને કવિતામાં પણ બયાન મળે !

કઇ તરફ આભમાં જવું ઊંચે
ક્યાં હશે, કોઇ તો નિશાન મળે

- ભરત વિંઝુડા
3 Comments »

શૂન્ય છે

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Jul 29 2011
TrackBack Address.
Share

વેદ ઉપનિષદ ઋચાઓ શૂન્ય છે
શૂન્ય  લોકો, દેવતાઓ શૂન્ય છે

આખરે સઘળી કથાઓ  શૂન્ય છે
ઊઠતા શ્રોતા, સભાઓ શૂન્ય છે

શૂન્યતાનું છે કવચ એનાં  ઉપર
આ હવાઓ, વાયરાઓ શૂન્ય છે

આંગળી  ચીંધી બતાવું  છું  તને
તે પછી આગળ દિશાઓ શૂન્ય છે

જે  લખાતું  એ  ભુસાતું  હોય છે
સૃષ્ટિની સઘળી કલાઓ શૂન્ય છે

જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ જન્મ ને
તે પછીની શક્યતાઓ શૂન્ય છે

હો  કયામત કે પ્રલય જેવું કશું
બાદ સઘળી કલ્પનાઓ શૂન્ય છે 

- ભરત વિંઝુડા

2 Comments »
Tagged as: bharat vinzuda, tane bolavu, તને બોલાવું, ભરત વિંઝુડા, શૂન્ય છે

કંઇ વિચાર

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
May 23 2011
TrackBack Address.
Share

રાતના કંઇ વિચાર આવે છે
જાતના કંઇ વિચાર આવે છે !

તેં કહી’તી મને અધૂરી તે
વાતના કંઇ વિચાર આવે છે !

આજને મેં અનુભવી જ નથી
કાલના કંઇ વિચાર આવે છે !

એક પથ્થરને જોઉં છું ત્યારે
કાચના કંઇ વિચાર આવે છે !

માત્ર તારા અને ફકત તારા
નામના કંઇ વિચાર આવે છે !

No Comments yet »

કેમ ઊંડો જાઉં નહીં ?

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by Bharat
May 19 2011
TrackBack Address.
Share

હર વિષયમાં કેમ ઊંડો જાઉં નહીં ?
હું  હ્રદયમાં  કેમ  ઊંડો જાઉં નહીં ?

કેટલા  યુગો  વીત્યા  કોને  ખબર
એ  સમયમાં  કેમ ઊંડો જાઉં નહીં ?

આપણી નજરો  મળી ગઇ છે  હવે
ને  પ્રણયમાં  કેમ  ઊંડો જાઉં નહીં ?

છંદ તારા સમજું  એ  કરતા  વધુ
મારા લયમાં  કેમ ઊંડો જાઉં નહીં ?

મારી  ઉંમર  જેવડી  લઇને  તરસ
તારી  વયમાં  કેમ ઊંડો જાઉં નહીં ?

No Comments yet »

જોવું જોઈએ

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Apr 02 2011
TrackBack Address.
Share

સામસામે આવી જોવું  જોઈએ
જાતને અટકાવી જોવું  જોઈએ

આંખ પહેલા કોની ઝૂકી જાય છે
દેખવું અજમાવી જોવું  જોઈએ

હું  તને ચાહું  ને તું  ચાહે મને
દિલ હવે બદલાવી જોવું જોઈએ

માણસો સમજે  નહીં  તો  આખરે
મનને પણ સમજાવી જોવું જોઈએ

સ્વપ્ન ઊડી  જાય તે ચાલે નહીં
આંખમાં દફનાવી જોવું  જોઈએ

તું   કહે  કે જોઈએ  છે આ મને
એ જ મારે લાવી  જોવું  જોઈએ

હોય  ભીતરમા તો  હોંકારો ય દે
બારણું  ખખડાવી  જોવું  જોઈએ

7 Comments »

પ્રયાસ ન કર

Posted in મારી ગઝલો, મેં કહી કાનમાં જે વાત તને by admin
Mar 19 2011
Share

પ્રેમ  કરવાનો તું પ્રયાસ ન કર
આ જગતને વધુ  ઉદાસ ન કર

તું  મને  શોધ  સામી  છાતીએ
પીઠ પાછળ બહુ તપાસ ન  કર

દૂર તું  ને  નજીક  પણ  તું  છે
બે જગાએ સતત નિવાસ ન કર

એક  એને નિહાળીએ  તો બસ
એટલાથી  વધુ  ઉજાસ ન  કર

આમ  હર પળ મને  મિટાવીને
ખાલીપાને ય તું ખલાસ ન કર

6 Comments »
Next page »

Recent Posts

  • ગઝલ જેવું લખું !
  • દોડું
  • પંક્તિ લખી
  • અંદરથી
  • વધે છે…!

પ્રતિભાવો

  • Rina on ગઝલ જેવું લખું !
  • Sudhir Patel on દોડું
  • Sudhir Patel on પંક્તિ લખી
  • mohanbhai on વાત પૂરી થઇ
  • mohanbhai on અંદરથી
  • Sudhir Patel on About
  • rajul b on ઇચ્છાને મળી !
  • Rina on દોડું
  • દક્ષેશ કોન્ટ્રાકટર on પંક્તિ લખી
  • Saifuddin Saifee on પંક્તિ લખી

મુલાકાતીઓ…

Enter your email address:

Delivered by FeedBurner

Locations of visitors to this page

Categories

  • નવી ગઝલો
  • પંખીઓ જેવી તરજ
  • પ્રેમપત્રોની વાત પૂરી થઈ
  • મારી ગઝલો
  • મેં કહી કાનમાં જે વાત તને
  • સહેજ અજવાળું થયું

 

May 2012
M T W T F S S
« Apr    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  
Developed by Swati Gadhia (email) swati.gadhia@gmail.com