તને બોલાવું...

ગઝલ જેવું લખું !
હોય તું અન્યત્ર ત્યારે હું ગઝલ જેવું લખું

તું લખે છે પત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

હોય તારા નામનાં ઘેરાયેલાં કંઇ વાદળો

હોય એવું છત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

શ્વાસમાં આવીને ઊતરી જઇ અને નાભિ સુધી

ધબકતું સર્વત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

ક્યાં રહું ને ક્યાં વસાવું ગામ કંઇ નક્કી નહીં

અત્ર અથવા તત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

તું અને તે આ અને પેલું બધું અંદર ઘૂમે

થઇ અને એકત્ર ત્યારે હું ગઝલ જેવું લખું !

- ભરત વિંઝુડા

દોડું
હો ઊંચે એવી રીતે આવકારવા દોડું

દ્વાર ખખડે અને હું છત ઉઘાડવા દોડું

માર્ગમાં આવતી નદીને ઠેકવા દોડું

આમ સામા કિનારા સુધી ઊડવા દોડું

કોઈ પણ અર્થ વિણ અપાર દોડ દુનિયાની

હુંય થાકી જઈને ક્યાંક બેસવા દોડું

જે જગ્યાએ અવાજ તારો આવીને અટક્યો

ત્યાં સુધી જઈને તારી સાથે બોલવા દોડું

શહેરમાં આમ તેમ દોડનાર જણમાંથી

બહાર નીકળીને ક્યાંક ભાગી છૂટવા દોડું

- ભરત વિંઝુડા

પંક્તિ લખી
કોરા કાગળ પર લીટી દોરે સખી

ને અમે એ માપની પંક્તિ લખી !

ચીતરે કંઈ એમ એનો એક હાથ

જેમ ઝૂલે વૃક્ષની એક ડાળખી !

આંખ ખોલું તો મને દેખાય એ

એ કે જેને મેં હૃદયથી નીરખી !

એક વાદળ એમ ચાલ્યું જાય છે

આભમાં, જાણે કે જળની પાલખી !

કેમ પાણીમાંથી છૂટું પાડવું

એક આંસુનાં ટીપાંને ઓળખી

- ભરત વિંઝુડા

અંદરથી
જાગતો હોઉં છું હું અંદરથી

જીવતો હોઉં છું હું અંદરથી !

બહારથી દ્વાર કોણ બીડે છે

ખૂલતો હોઉં છું હું અંદરથી !

છેક અંદર જુઓ તો દેખાશે

ચીંધતો હોઉં છું હું અંદરથી !

સાથે બેઠાં તે રહી ગયાં પાછળ

દોડતો હોઉં છું હું અંદરથી !

શબ્દથી સ્પર્શથી ય આગળ જઇ

ચાહતો હોઉં છું હું અંદરથી !

મારું આકાશ થઇ ગયો છું હું

ઊડતો હોઉં છું હું અંદરથી !

કોઇ અંદર જવાબ આપે છે

પૂછતો હોઉં છું હું અંદરથી !

- ભરત વિંઝુડા

વધે છે…!
એક મુઠ્ઠી રોજ ઊંચાઈ વધે છે

આપણી વચ્ચેની એક ખાઈ વધે છે !

માત્ર માણસ જાતની વસ્તી વધે નહીં

હિંદુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે !

તું મને કંઇ દાનમાં આપે છે ત્યારે

તારી ને મારી અમીરાઈ વધે છે !

તું મધુર વચનોથી જીતી લે છે સૌને

એમ તારી પાસે મીઠાઈ વધે છે !

ભીડ ભરચક ચારેબાજુ છે છતાં પણ

કઇ દિશામાં મારી તનહાઈ વધે છે !

જ્યાં સુધી અજવાસ ફેલાઈ રહ્યો છે

માત્ર ત્યાં લગ મારી પરછાઈ વધે છે !

- ભરત વિંઝુડા

વાત પૂરી થઇ
કશુંક દિલમાં ખટકવાની વાત પૂરી થઇ

લઈને શ્વાસ ધડકવાની વાત પૂરી થઇ !

હવેથી આંસુ ટપકવાની વાત પૂરી થઇ

આ બંધ આંખ ઊઘડવાની વાત પૂરી થઇ !

જરાક ચાલી ઊભાં રહી જતાં હતાં ત્યાં તો

ક્ષણે ક્ષણે તે અટકવાની વાત પૂરી થઇ !

ઉપરથી આભ વરસવાની વાત ચાલુ છે

હું છત નીચે છું, પલળવાની વાત પૂરી થઇ !

આ ગામ છોડી અને બીજે ગામ જાવું છે

હવે મકાન બદલવાની વાત પૂરી થઇ !

- ભરત વિંઝુડા

બેઠાં છે
પ્રેમની  આજ  શરૂઆત  કરી  બેઠાં છે

એ મને દિલની ખરી વાત કરી બેઠાં છે !

જોઉં છું કેવી દુ:ખદ જાત કરી બેઠાં છે

છે દિવસ તો ય નરી રાત કરી બેઠાં છે !

સાવ ચાલ્યો જ જતો’તો હું એક માર્ગ ઉપર

સામે આવીને અકસ્માત કરી બેઠાં છે !

સ્વપ્નમાં જે રીતે મળતાં હતાં એવી જ રીતે

એ  પછી ગૂપ્ત મૂલાકાત કરી બેઠાં છે !

મેં ગઝલમાં જ કરી હોય કોઇ વાત અહીં

મૌનમાં એવી રજૂઆત કરી બેઠાં છે !

- ભરત વિંઝુડા

સહેજ અજવાળું થયું !
સૂર્ય ઊગ્યો ને કૂવામાં સહેજ અજવાળું થયું

એમ આ ઘરના ખૂણામાં સહેજ અજવાળું થયું !

ટેરવાઓ સ્પર્શતાં એનામાં થઇ વીજળી પસાર

ને પછી મારી ભૂજામાં સહેજ અજવાળું થયું !

એમ અંધારું ઉતરતું જાય જલતી જ્યોતમાં

સાંજ પડતાં તો દીવામાં સહેજ અજવાળું થયું !

સહેજ અંધારું થયું છે મારા પડછાયા સમું

જ્યારે સામેની દિશામાં સહેજ અજવાળું થયું !

આંખ બીડીને સતત બેસી રહેલાં આપણે

શું ખબર, ક્યારે ગૂફામાં સહેજ અજવાળું થયું !

- ભરત વિંઝુડા

તૂટી જાય છે
બહુ  તાણવાથી તૂટી જાય છે

મૂકો ઢીલ તો દોર ગૂંચવાય છે !

તમે જે કહો છો તે સમજાય છે

ન સમજાય એવું બીજે થાય છે !

અહીં જેઓ અવળાં જ ચાલ્યાં કરે

અરીસામાં સવળાં જ દેખાય છે !

બધી બાજુએ જોઉં છું એમને

બધી આંગળીઓ ન ચીંધાય છે !

ગઝલ લખવી એ ખૂબ મુશ્કેલ છે

ગઝલ ડાબા હાથે ય સરજાય છે

નથી આવતું સ્વપ્નમાં આ રીતે

નજર સામે જે દૃષ્ય દેખાય છે !

હજી ભીડ વચ્ચે મરી જાઉં છું!

સરસ કેદખાનામાં જીવાય છે !

- ભરત વિંઝુડા

તારી કૃપા છે !
કાદવમાં ખીલ્યું એક કમળ તારી કૃપા છે

છે તે ય વળી ક્ષેમ કુશળ તારી કૃપા છે !

છે તારી કૃપા આભ ઉપર, ધરતી નીચે પણ

વચ્ચે ય અહીં સાવ અકળ તારી કૃપા છે !

ફેલાવ્યા વગર હાથ હથેળીમાં મળેલું

કંઇ ભાગ્ય રૂપે, એવી સરળ તારી કૃપા છે !

જળમાં હું લઇ નાવ અને ઘૂમી રહ્યો છું

રહી જાય જરા દૂર વમળ તારી કૃપા છે !

છે જીર્ણ ભીંતો ઘરની છતાં ઊભી અડીખમ

આ ઘરની ઉપર કેવી સબળ તારી કૃપા છે !

- ભરત વિંઝુડા